આજે તા.19.12.25 ના રોજ રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના હેતુથી સમગ્ર ગુજરાતમાં "સશક્ત નારી મેળા"નું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલના ભાગરૂપે, ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 19થી 21 ડિસેમ્બર દરમિયાન જવાહર મેદાન ખાતે ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભાવનગર જિલ્લાના પ્રભારી કૌશિક વેકરિયાના હસ્તે પ્રારંભ થયો છે. મેળાના ઉદ્દઘાટન બાદ મંત્રી કૌશિક વેકરિયા તથા કૃષિ મંત્રી જીતું વાઘાણી ઉપસ્થિત રહ્યા