તા. ૫ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સમગ્ર વિશ્વની અંદર જમીનની સ્વાસ્થ અને ફળદ્રુપતા જળવાઈ તે માટેની જાગૃતતા લાવવા વિશ્વ જમીન દિવસ ઉજવવામાં આવે છે. ડાંગ જિલ્લામાં આ ઉજવણીના ભાગરૂપે જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઇ (ડાંગ) દ્વારા ૫ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ “વિશ્વ જમીન દિવસ” કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું.