સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા “ઓપરેશન મ્યુલ હંટ” અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે.સમન્વય પોર્ટલ પરથી મ્યુલ એકાઉન્ટ અંગેની માહિતી મેળવી તાત્કાલિક બેંક ખાતાઓનું એનાલિસિસ કરતા કુલ બે અલગ–અલગ કેસોમાં ઓનલાઈન સાયબર ફ્રોડની રકમ મેળવી ચેક તથા એ.ટી.એમ. દ્વારા વિડ્રો કરી કમીશન મેળવનાર મ્યુલ બેંક ખાતાધારકો સામે ગુનોદાખલ કરવામાં આવ્યો છે.