ખંભાત: વાડોલા ગામે રોડ ક્રોસ કરતા વૃદ્ધાને પીકઅપ ડાલાએ ટક્કર મારતા મોત
Khambhat, Anand | Dec 21, 2025 વાડોલા ગામના બસ સ્ટેન્ડનીબાજુમાં રહેતા ફરિયાદી હસમુખભાઈ ઉર્ફે અશોક છોટાભાઈ રાઠોડની માતા કપિલાબેન (ઉ.વ. 69) નજીકમાં આવેલા રોડની સામે રહેતા બહેન જીબાબેનના ઘરે બેસવા માટે ગયા હતા.ત્યાંથી ઘર તરફ આવવા માટે રોડ ક્રોસ કરતા હતા ત્યારે પીકઅપ ડાલુ નંબર GJ 07 TU 0206નું પુરપાટ ઝડપે આવી પહોંચ્યું હતું અને વૃધ્ધાને ટક્કર મારતાં માથામાં તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી.