વલસાડ: તાલુકામાં વાવાઝોડું અને કમોસમી વરસાદથી થયેલા પાકની નુકસાનીના વળતર બાબતે મુખ્યમંત્રીને ધારાસભ્ય ભરતભાઈ પટેલે લેખિત રજૂઆત
Valsad, Valsad | Oct 27, 2025 સોમવારના રોજ 5 કલાકે કરેલી લેખિત રજૂઆત ની વિગત મુજબ વલસાડ તાલુકામાં ક મોસમી વરસાદ અને સખત વાવાઝોડાના કારણે ખેડૂતોના ઉનાળુ પાક ડાંગર તેમજ શાકભાજી વગેરેની ખેતીને નુકસાન થવા પામ્યો છે. વધુમાં હાલમાં સખત વાવાઝોડું અને વરસાદથી 90 ટકા ડાંગર નો પાક નીચે પડી જતા ખેડૂતોને ઘણો નુકસાન થવા પામ્યો છે. જેને લઇ વલસાડ તાલુકાના ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા નુકસાનનું સર્વે કરાવી યોગ્ય વળતર મળે તે બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.