સીદસર રોડ પર અકસ્માત, એકને ઇજા થતા સારવાર માટે સરટી ખસેડવામાં આવ્યો
Bhavnagar City, Bhavnagar | Sep 16, 2025
ભાવનગર ના સીદસર રોડ પર અકસ્માત, એકને ઇજા.ભરતનગરના રહેવાસી ગૌરાંગભાઈ વનરાજભાઈ કાંબડ પોતાના ટુ-વ્હીલર પર કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે ભાવનગરના લીલા સર્કલથી સિદસર તરફ જતા રોડ પર એક ફોર-વ્હીલર ચાલકે તેમને અડફેટમાં લીધા હતા.આ અકસ્માતમાં ગૌરાંગભાઈને ઇજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, અકસ્માત બાદ ફોર-વ્હીલર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.