જામનગર શહેર: ખંભાળિયા ગેટ પાસે એક લારીમાં મનપાની ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ગાડી ઘૂસી જતા અકસ્માત, ચાલકની બેદરકારી
જામનગરના ખંભાળિયા ગેટ પાસે એક લારીમાં મનપાની ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ગાડી ઘૂસી જતા અકસ્માત, ચાલકની બેદરકારીને લીધે અકસ્માત સર્જાયો, ચાલક ગાડીમાં કચરો ભરતો હતો દરમિયાન બાળકે ગાડી ગેરમા નાખી દેતા ગાડી ચાલતી થઈ ગઈ હતી અને માર્ગ પર રહેલ લારીમાં ઘૂસી ગઈ હતી. જોકે સદ્નસીબે મોટી દુર્ઘટના થતી સહેજમાં ટળી હતી, પરંતુ મનપા તંત્રની કોન્ટ્રાક્ટર સાથેની મિલી ભગતને કારણે અનેક વખત આવા બનાવો બનતા રહે છે અને કોન્ટ્રાકટરની લાલિયાવાડી ચાલતી રહે છે.