સાવરકુંડલા: સાવરકુંડલામાં 80 વર્ષ જૂની ઇંગોરિયા યુદ્ધની પરંપરા જળવાઈ — ધારાસભ્ય મહેશ કસવાલા પણ જોડાયા અનોખી રમતમાં
સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાત્રે 80 વર્ષ જૂની ઇંગોરિયા યુદ્ધની અનોખી પરંપરા જાળવાય છે. ફટાકડાની જગ્યાએ લોકો કોકડામાંથી બનાવેલા ઇંગોરિયા ફેંકીને આ રમત રમે છે. નાવલી ચોક અને દેવળા ગેટ વિસ્તારોએ ઉત્સાહ છવાયો હતો, જ્યારે આ વર્ષે સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાલા પણ આ પરંપરાગત રમતમાં જોડાઈ લોક ઉત્સવમાં રંગ ભર્યા હતા.