પુષ્ય નક્ષત્રે ગોંડલમાં 2168 બાળકોને સુવર્ણપ્રાશન અપાયું:શહેર અને તાલુકામાં 0-15 વર્ષના બાળકો માટે વિનામૂલ્યે કેમ્પ યોજા
Gondal City, Rajkot | Oct 15, 2025
ગોંડલ શહેર અને તાલુકામાં પુષ્ય નક્ષત્રના શુભ અવસરે 0 થી 15 વર્ષના 2168 થી વધુ બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. નિવૃત્ત PGVCL કર્મચારી ભીખુભા જાડેજા અને ડો. ગજેરાના સેવાભાવી ગ્રુપ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થવાનો હતો.