મહુવા: ભરતસિંહ તરેડીની શેત્રુંજી ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની ઉગ્ર માંગ
ભાવનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ક્ષેત્રુંજી ડેમનું પાણી સિંચાઈ માટે છોડવાની માંગ વધુ ઉગ્ર બની રહી છે. ખેડૂતોના આગેવાન ભરતસિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વરસાદના કોઈ સ્પષ્ટ એંધાણ ન હોવાના કારણે ખેતી માટે પાણીની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર તા. 17 જૂન, 2026થી સતત રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં હજુ સુધી ક્ષેત્રુંજી સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ બાબતે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે