*નડિયાદમાં NSUI દ્વારા ‘ડ્રગ્સ મુક્ત કેમ્પસ’ અભિયાન : વિવિધ કોલેજોમાં વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા જાગૃત કરી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.યુથ કોંગ્રેસ અને NSUI ના અગ્રણીઓની હાજરીમાં શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી યુવાધનને નશાની બદીથી બચાવવા પ્રયાસ.નડિયાદમાં આજે NSUI દ્વારા વિદ્યાર્થીઓમાં વધતી જતી નશાની પ્રવૃત્તિઓને રોકવા અને જાગૃતિ લાવવા માટે ડ્રગ્સ મુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યો.