સુરત: સચીન હોમગાર્ડ યુનિટના પ્લાટુન કમાન્ડર પ્રકાશકુમાર દ્વારકાપ્રસાદ મૌર્યને વર્ષ 2025 દરમિયાન ગુમ થયેલા છ બાળકોને શોધી કાઢવામાં નોંધપાત્ર કામગીરી બદલ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
માહિતી મુજબ, પ્રકાશકુમાર મૌર્યએ સચીન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સાથે સંકલનમાં રહી પોતાની સુઝબૂઝ અને સતર્કતાનો ઉપયોગ કરીને કુલ છ ગુમ થયેલા બાળકોને શોધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તમામ બાળકોને સુરક્ષિત રીતે તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા.
તેમની આ કામગીરીને હોમગાર્ડ વિભાગે માનવતાભર્યું અને પ્રેરણાદાયી ગણાવી છે. વિભાગે જણાવ્યું કે, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને પોલીસને આપેલા સહકારથી તેમણે હોમગાર્ડ દળનું ગૌરવ વધાર્યું છે.
આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને સત્તાવાર પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. સાથે જ ભવિષ્યમાં પણ આવી જ નિષ્ઠા અને જવાબદારી સાથે ફરજ બજાવવાની અપેક્ષા વ્યક્ત કરી સમગ્ર યુનિટ વતી તેમને અભિનંદન પા�
Udhna, Surat | Jul 11, 2026