ગણદેવી: શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ બીલીમોરામાં નવરાત્રીની સંસ્કૃતિને જાળવતી અનોખી ઉજવણી
કચ્છ કડવા પાટીદાર સમાજ બીલીમોરામાં વર્ષ 1956થી શરૂ થયેલી નવરાત્રીની પરંપરા આજે પણ એ જ ઊર્જા અને ભક્તિ સાથે જળવાઈ રહી છે. અહીં બાળકો વિવિધ વેશભૂષામાં માતાજીની ભક્તિ કરે છે અને દાદા-દાદી સાથે મળીને પટાગણમાં રોશની પાથરે છે, જે સંસ્કૃતિની ધરોહરને પ્રગટ કરે છે. વ્યવસ્થિત મેનેજમેન્ટ, પરંપરાગત પોશાક અને ભક્તિભેર ગવાતા ગરબા સાથેનો આ ઉત્સવ સૌને મંત્રમુગ્ધ કરી દે છે.