રાજકોટ પૂર્વ: રાજકોટની સોનીબજારમાંથી બંગાળી કારીગર 1 કરોડનું સોનુ લઇ ફરાર
રાજકોટ શહેરના સોનીબજારમાં વધુ એકવાર બંગાળી કારીગર દાગીના બનાવવા આપેલું સોનુ લઇ ફરાર થઇ ગયો હતો.પ્રહલાદ પ્લોટ દિગ્વિજય મેઈન રોડ પર રહેતા તરૂણભાઇ કનૈયાલાલ પાટડીયા (ઉ. વ. 63)એ દાગીના બનાવવા માટે રાખેલું 1349.330 ગ્રામ 1.01 કરોડનું સોનુ પશ્ચિમ બંગાળના કારીગર સફીફુલ શેખ ચોરી કરી લઇ જતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.