મોરબી: મોરબીના ભારતનગરમાં મંજુર થયેલ ફાયર સ્ટેશનની જગ્યા પર ખડકાયેલા મકાનોને નોટિસ
Morvi, Morbi | Dec 4, 2025 મોરબીના સામાકાંઠે આવેલ ભારતનગરમાં નવું ફાયર સ્ટેશન મંજુર થયું હોય, આ વિસ્તારમાં આવેલા મકાનના દબાણોને નોટિસ ફટકારવામાં આવતા મોટી સંખ્યામાં રહેવાસીઓ આજે મોરબી મહાનગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા દોડી આવ્યા હતા. જેથી કમિશનર દ્વારા 10 દિવસની મુદત આપવામાં આવી છે