ગોધરા: જિલ્લાના પ્રભારી મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં મોરવા હડફ ગામે તાલુકા સેવા સદનની નવીન ઇમારતનું ભૂમિપૂજન કરાયું
. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના વિકાસમાં આજે વધુ એક છોગું ઉમેરાયું છે. લાંબા સમયની રાહ જોયા બાદ, મોરવા હડફ ગામે હવે તાલુકાના તમામ સરકારી કામો માટે એક ભવ્ય અને આધુનિક 'તાલુકા સેવા સદન' આકાર લેવા જઈ રહ્યું છે. જેનું વિધિવત ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રી અને પંચમહાલના પ્રભારી મંત્રી શ્રી રમેશભાઈ કટારાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે.