રાજકોટ દક્ષિણ: રાજકોટવાસીઓ દ્વારા આ વર્ષે દિવાળીની ઉજવણી ભારે હર્ષોલ્લાસ અને પરંપરાગત ઉત્સાહ સાથે કરવામાં આવી
રાજકોટવાસીઓ દ્વારા આ વર્ષે દિવાળીની ઉજવણી ભારે હર્ષોલ્લાસ અને પરંપરાગત ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. શહેરભરમાં રોશનીનો જગમગાટ અને આતશબાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેણે વાતાવરણને એક અનેરી રોનક આપી હતી. રાજકોટના વિવિધ વિસ્તારોમાં, ખાસ કરીને સોસાયટીઓમાં, પરિવારો અને મિત્રોએ સાથે મળીને દિવાળીની ઉજવણી કરી હતી. અનેક સ્થળોએ ઢોલના તાલે લોકોએ પરિવાર સાથે ગરબે પણ ઝૂમ્યા હતા, જે તહેવારના આનંદને અનેકગણો વધારી દીધો હતો.