મહુવા: સંકલિત બાળ વિકાસ યોજના કચેરી મહુવા ખાતે પોષણ ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાના અધ્યક્ષ સ્થાનેકાર્યક્રમ યોજાયો
Mahuva, Surat | Sep 25, 2025 સંકલિત બાળ વિકાસ યોજના કચેરી મહુવા ખાતે પોષણ ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત માન.ધારા સભ્યશ્રી મોહનભાઇ ડી.ઢોડીયા, મહુવા ૧૭૦ વિધાનસભા મત વિસ્તારના અઘ્યક્ષ સ્થાને ટેકહોમ રાશન અને મિલેટ વાનગી સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ.
પ્રાચીન પરંપરગત ખેત પેદાશોને પ્રોત્સાહન આપવા માટે રાજયના મંત્રીશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ ભાનુબેન બાબરીયાના હસ્તે રાજ્ય કક્ષાએ પૌષ્ટીક વાનગી સ્પર્ધાનો શુભારંભ કરવામા આવ્યો હતો.