ઇચ્છાપોર કવાસ પાટિયા નજીક ડમ્પર અડફેટે ફ્રુટ ની લારી લઈ જતા વૃદ્ધનું કમકમાટી ભર્યું મોત,cctv માં ઘટના કેદ ,જુવો વિડિઓ
Majura, Surat | Sep 22, 2025 ઇચ્છાપોર કવાસ પાટિયા નજીક સોમવારે બપોર ના સમયે ગમખ્વાર અકસ્માતની ઘટના બની.પૂરપાટ ઝડપે દોડી આવેલા ડમ્પર ન ચાલકે ફ્રુટની લારી લઈ પસાર થતા વૃદ્ધને અડફેટે લીધો હતો.વૃદ્ધના માથા પર ભારેવાહક ડમ્પર ના ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.ઘટના બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.જ્યાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.