વર્ષ 2004માં વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં આરોપી સરબજીતસિંગ ઉર્ફે સબ્બા ઉર્ફે સુખદેવસિંગ ત્રિલોકસિંગ મજબી છેલ્લા બે દાયકાથી પોલીસથી નાસતો ફરતો હતો. વડોદરા પોલીસની બાતમીના આધારે બી ડિવિઝન પી.આઈ. એસ.વી. ગોજીયા અને સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ સોર્સની મદદથી 50 વર્ષીય આરોપી સરબજીતસિંગને ઝડપી લીધો હતો.હાલ પોલીસે તેની અટકાયત કરી વડોદરા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.