ઉત્તરપ્રદેશના સુલતાનપૂર જિલ્લાના વતની રાકેશભાઈ પાંડે હાલ સુરત શહેરના અમરોલીમાં આવેલા કોસાડ આવાસમાં રહે છે અને લૂમ્સના કારખાનામાં નોકરી કરીને વતનમાં રહેતા પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 16 વર્ષીય પુત્રી સુનિતા વતનમાં ધોરણ-11માં અભ્યાસ કરતી હતી. 2025ના ગણેશ વિસર્જન દરમિયાન પરિવાર સુરત આવ્યો હતો. આ દરમિયાન સુનિતાની તબિયત ખરાબ થતાં તેનું પથરીનું ઓપરેશન કરાવાયું હતું અને ત્યારબાદ તે સુરતમાં જ રહેતી હતી..