જૂનાગઢ: શહેરના બિસ્માર રોડ રસ્તાને લઇ જુનાગઢ શહેરનું નામ "ખાડાગઢ" કરવા બાબત સામાજિક કાર્યકર્તાએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી
જુનાગઢ શહેરના રોડ રસ્તાની બિસ્માર હાલતને લઈ સામાજિક કાર્યકર્તા ઈમ્તિયાઝ પઠાણ દ્વારા ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી જણાવ્યું કે શહેરના નાગરિક તરીકે માંગ છે કે જુનાગઢ શહેરનું નામ બદલી અને ખાડાગઢ રાખવામાં આવે જે જુનાગઢ મહાનગરપાલિકાના શાસકો તેમણે જવાબદારી પૂર્વક દાખવેલ બેદરકારી અને શહેરના રોડ રસ્તાની હાલત કરવા બદલ તેમનું સન્માન ગણાશે.