સુરતના કતારગામ ખાતે યોજાયેલ સ્નેહ મિલન સમારોહમાં પાટીદાર અગ્રણી શૈલેષ સાગપરિયાએ જણાવ્યું કે, દીકરીઓને અપીલ છે કે તમારો જીવનસાથી પસંદ કરતી વખતે સચેત રહેજો.અમને ખબર નહોતી હોતી કે તમારી પસંદ કેવી રીતે ખોટી થઈ જાય છે.સરદાર પટેલ ના પુત્રી મણિ બેન આપણા આદર્શ હોવા જોઈએ,નહીં કે ફિલ્મ અભિનેત્રી.એક પગલું ભલે આપણે ખોટું ભરીએ આખી જિંદગી આપણા પિતા મોઢું નીચે રાખીને ચાલતા થઈ જાય.ગામમાં જે માતા પિતા છાતી ચોઢી કરીને ચાલતા હોય તેનું મોઢું નીચું પડી જાય.