આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડ સામે આવેલા સરદાર બાગ પાસેથી મધ્યપ્રદેશની એક મહિલાને રૂપિયા 3.48 લાખના 116.270 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પોલીસે ઝડપી પાડી તેને આગામી સોમવાર સુધીના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે. જોકે, સમગ્ર બનાવમાં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, મહિલા માત્ર વ્હોટસએપ પર જ કોલ કરતી હતી અને કોલ કર્યા બાદ તમામ હિસ્ટ્રી ડિલીટ મારી દેતી હતી. જેને પગલે હવે પોલીસ દ્વારા મહિલાનો મોબાઈલ કબજે લઈ ડેટા રિકવર કરવા સારું એફએસએલમાં મોકલવાની તજવીજ શરૂ કરી છે