વાવ: વાવ ધરણીધર તાલુકા સરપંચ સંગઠન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું....
વાવ ધરણીધર તાલુકા સરપંચ સંગઠન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી માગ કરી હતી કે વધુ વરસાદથી થયેલ ધોવાણ અને બંજર જમીન સુધારણા નું પંચનામા આધારે સર્વે કરી ખેડુતોને સહાય આપવા રજૂઆત કરી હતી.સરપંચ સંગઠન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી કે વાવ, ધરણીધર તાલુકામાં તા.૦૭/૦૮/૦૯ સપ્ટેમ્બર ના થયેલ વધુ વરસાદ થી ખેડુતોને મસમોટું નુકસાન થયેલ જેમાં ખેડૂતો ને ૧૦૦ ટકા પાક નિષ્ફળ ગયેલ તથા મોટાપાયે ખેતરો નું ધોવાણ થયું હતું.