મોથાળા ગામના બસ સ્ટેશન પાસે આવેલ સિદ્ધિ વિનાયક મોબાઈલ શોપ નામની દુકાન અને એ આર ફેશન નામની કપડાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી.આરોપીઓએ દુકાનની છત પર લગાડેલું પતરૂ ખસેડી તેમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનના ગલ્લામાં રાખેલ રોકડા ત્રણ હજાર તથા દાન પેટીનાં ડબ્બામાં રાખેલ રોકડા બે હજાર ઉઠાવી ગયો હતો. જ્યારે નજીકમાં આવેલા કપડાની દુકાન માંથી રોકડ રૂપિયા 2 હજારની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.