માણસા: પુંધરા પાસે કંપની આગળ પાર્ક કરેલ 20,000ની કિંમતના બાઇકની ચોરી#Chori
પ્રતાપરામ કાળુજી નાયી પરિવાર સાથે વિજાપુર રહે છે. તેઓ દીકરા સાથે પુંધરા એક ખાનગી કંપનીમાં નોકરી આવ્યા હતા. ફરિયાદીના દિકરાએ બાઇક કંપની સામે પાર્ક કર્યું હતું. જે બાદ તેઓ નોકરી ગયા હતા. નોકરી પૂર્ણ કર્યા બાદ તેઓ બાઇક લેવા જતા બાઇક સ્થળ પર નહોતું. આસપાસ શોધખોળ કરવા છતાં બાઇકની કોઈ ભાળ મળી નહોતી. પ્રતાપરામે 20000ની કિંમતના બાઇક ચોરી અંગે માણસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.