જિલ્લા વિકાસ અધિકારી આર એમ ડામોરને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ ભાવભીનું બદલી વિદાયમાન આપ્યુ .
જિલ્લા વિકાસ અધિકારી તરીકે માત્ર દસ માસની ફરજ બજાવ્યા બાદ વિદાય લઈ રહેલા શ્રી આર.એમ.ડામોરને, જિલ્લા વહીવટી તંત્રે ભાવભીનું વિદાયમાન આપ્યું હતું.પોતાના ડાંગ જિલ્લાના કાર્યકાળ દરમિયાન સાથી અધિકારી, કર્મચારીઓના મળેલા સહકાર બદલ, આભારની લાગણી પ્રગટ કરતા શ્રી ડામોરે, ડાંગ જિલ્લાની ટૂંકી ફરજ, તેમના માટે કાયમી સંભારણું બની રહેશે તેમ જણાવ્યું હતું.