મુળી તાલુકાના ખંપાળિયા ગામે ગૌવંશ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં ગૌવંશ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેનો પગ કાપી નાખ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ જીવદયાપ્રેમીઓ દ્વારા પશુ પ્રત્યે કરુણા દાખવી ઘાયલ નંદી ગૌવંશને તાત્કાલિક જરૂરી પ્રાથમિક સારવાર શરૂ કરી ગૌવંશ પર હુમલો કરનારા વિરુધ રોષ વ્યક્ત કરી કડક કાર્યવાહીની માંગ કરી છે