પાવન સાહિત્ય અને આધ્યાત્મિક માર્ગદર્શન રૂપે અણુવ્રત અનુશાસતા આચાર્ય શ્રી મહાશ્રમણજીના વિદ્વાન શિષ્ય મુનિશ્રી ડૉ. મદનકુમાર સ્વામી (ઠાણા–3) દ્વારા ઉપસ્થિતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે અણુવ્રતના સિદ્ધાંતો દ્વારા વ્યક્તિગત અને સામાજિક જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમની અધ્યક્ષતા વિનોદ કોઠારી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ (અણુવ્રત) દ્વારા કરવામાં આવી હતી.