જૂનાગઢ: દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા વિકલાંગોની વિવિધ માંગણીઓને લઈ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા વિકલાંગોની વિવિધ માંગણીઓને લઈ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.મોટી સંખ્યામાં વિકલાંગ ભાઈઓ બહેનો અર્થે પહોંચ્યા હતા.વિકલાંગના અંત્યોદય રેશનકાર્ડ બંધ કરવામાં આવે છે તે તાત્કાલિક ચાલુ રાખવામાં આવે, ગિરનાર રોપ વે માં વિકલાંગોને તદ્દન ફ્રી પ્રવેશ આપવામાં આવે સહિતની માંગણીઓ કરવામાં આવી છે.કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.