દસાડા: પાક નુકશાનીના ફોર્મ ભરવા માટે VCE દ્વારા પૈસા લેવાતા હોવાની રાવ મળતા દસાડા તાલુકાના ખેડૂતોને અપીલ કરવામાં આવી
દસાડા તાલુકામાં હાલમાં ખેડૂતોને પાક નુકશાની થયેલ જે બાબતે પાક નુકશાનીના ફોર્મ ભરવાના ચાલુ છે ત્યારે ઘણા ગામોમાં ફોર્મ ભરવા માટે VCE દ્વારા પૈસા લેવાતા હોવાની ખેડૂતો દ્વારા રાવ કરાતા ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજકે ખેડૂતોને કોઈ પણ જાતના પૈસા ના આપવા અપીલ કરી હતી અને જો પૈસા માંગણી કરવામાં આવે છે તો ખેડૂત હિત રક્ષક સમિતિનો સંપર્ક કરવા જણાવ્યું હતું.