નાતાલના પર્વની રજા ને લઈને ગિરનાર પર્વત અંબાજી મંદિર ખાતે પ્રવાસીઓની વહેલી સવારથી ભીડ જોવા મળી ગિરનાર પર્વત પર સીડી મારફત તેમજ રોપવે દ્વારા પ્રવાસીઓ રજા માળવા પહોંચ્યા અને અંબાજી મંદિર ખાતે માતાજીના તેમજ ગુરુદત્તાત્રેય શિખર પર ગુરુદત્ત ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રજાને લઈ ગુજરાત તેમજ મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યમાંથી પણ આજે પ્રવાસીઓ ગિરનાર પર્વત પર દર્શન કરવા અને રજાની મજા માણવા આવી પહોંચ્યા હતા.