ઉમરગામ: સરીગામથી સગીરાને ભગાવી ગયેલો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો
સરીગામ વિસ્તારમાં રહેતી સગીર વયની યુવતી 21મી ઓગસ્ટના રોજ બપોરે 2.30 કલાકે બજાર જવાનું કહી પરત ન ફરતા પિતાએ 26મી ઓગસ્ટના રોજ ગુમ થયાંની ફરિયાદ નોંધાવી હતી. ભીલાડ પોલીસે તપાસ હાથ ધરતા સગીરાને યુવાન સાથે મહારાષ્ટ્રના પાલઘર ખાતેથી ઝડપી પાડ્યા હતા.