ભાવનગર: તરસમીયા માલણકા રોડ પરથી creta કારમાંથી વિદેશી દારૂની બોટલ સાથે બે ઈસમો ઝડપાયા
ભાવનગર ભરતનગર પોલીસ સ્ટાફ દ્વારા ક્રેટા કારમાંથી ઇંગ્લિશ દારૂ સાથે બે ઇસમ ઝડપાયા.ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન માલણકા–તરસમીયા રોડ પર શંકાસ્પદ ક્રેટા કાર રોકી તપાસ કરતા કાર ચાલક હરપાલસિંહ નીતુભા જાડેજા કબ્જામાં માંથી સીલપેક ઇંગ્લિશ દારૂની કાચની બોટલ મળી આવી હતી. સાથે કારમાં બેઠેલા ભાવેશભાઈ બાલાભાઈ સોલંકી નશાની હાલતમાં જણાઈ આવતા બંને સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી