વિસનગર: પોલીસ ઊંઘમાં, ચોરો બન્યા બેફામ આઈ.ટી.આઈ ચોકડી ખાતે પાર્ક કરેલ સી. એન. જી રિક્ષા ચોરાઈ
વિજાપુર તાલુકાના મંડાલી ગામના યુવક પોતાની સી. એન.જી રિક્ષા વિસનગર શહેરની આઈ.ટી.આઈ ચોકડી પર પાર્ક કરી લોક મારીને રાજકોટ જસદણ ખાતે ગયા હતા. જ્યાં બીજા દિવસે પરત આવતા રિક્ષા પાર્ક કરેલ જગ્યાએ જોવા ન મળતા ચોરી થઈ હોવાનું માલૂમ પડતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલીંગમાં નિષ્કાળજી દાખવતા દિન પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે.