નવસારી: નવસારી એલ.સી.બી.ની મોટી કાર્યવાહી, પૂર્ણા નદી બ્રિજ ખાતે ₹7.98 લાખના દારૂના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો
નવસારી એલ.સી.બી. ટીમે ગેરકાયદેસર દારૂ હેરાફેરી વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. મુંબઇથી અમદાવાદ જતી ટ્રેક ઉપર પુર્ણા નદીના પુલ પાસે નાકાબંધી ગોઠવી ઇકો કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કીની બોટલો અને ટીન બિયર મળી કુલ 1,152 નંગ, કિ.રૂ. 2,96,928નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સાથે જ વાહન અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹7,98,928નો પ્રોહિબીશન મુદ્દામાલ કબજે કરી આરોપી મોહમદઆરીફ અકબર અલીને ઝડપવામાં આવ્યો.