કેશોદના સોંદરડા રોડ ઉપર ટ્રક ડિવાઇડર સાથે અથડાયો હતો. જેમાં ટ્રક વેરાવળ રોડ તરફથી આવી રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાયો હતો અને ડિવાઈડર ઉપર ચડી ગયો હતો. અકસ્માતને લઈને એક તરફનો રસ્તો પણ બંધ થયો હતો. સદ્નસીબે કોઈ જાનહાની થઈ ન હતી