ઘોઘંબા: પંથકમાં વરસાદથી નુકસાન થયેલા રોડનું યુદ્ધના ધોરણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ હાથ ધરાયુ
ઘોઘંબા પંથકમાં છેલ્લા એક બે મહિનાથી વરસતા ભારે વરસાદને પગલે નુકસાન પામેલા રોડ પર ઠેરઠેર સીલકોટને નુકસાન થતાં મસ મોટા ખાડાઓ પડી ગયા હતા જેને પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી કરવાના આદેશને પગલે માર્ગ અને મકાન વિભાગીય કચેરી અંતર્ગત જવાબદાર એજન્સી દ્વારા ક્ષતિગ્રસ્ત રોડનું કાચાકામના સમારકામ કામગીરી સોંપવામાં આવી હતી.