ધ્રાંગધ્રા સ્થિત સદગુરુ ધામ ખાતે પૂજ્ય બેન શ્રી રમાબેન હરીયાણીનો ૮૫મો જન્મોત્સવ ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવાયો હતો. આ પ્રસંગે ધ્રાંગધ્રા સહિત સુરેન્દ્રનગર, પાટણ, રાધનપુર, અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, રાજકોટ, જામનગર જેવા વિવિધ જિલ્લાઓમાંથી શિષ્ય ભક્તો અને અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વહેલી સવારથી જ ગુરુ વંદનાના કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો, જેમાં સુંદરકાંડ પાઠ, પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.