પારડી: પારડી-નાનાપોઢા વિસ્તારમાં 7/12 અને 8અ ઉતારા સેવા બંધ, ખેડૂતો પરેશાન
Pardi, Valsad | Oct 29, 2025 વલસાડ જિલ્લાના પારડી તથા નાનાપોઢા તાલુકાના અનેક ગામોમાં આવેલા CSC (કોમન સર્વિસ સેન્ટર) અને ઈ-ગ્રામ સેન્ટર પરથી છેલ્લા કેટલાક દિવસોથી 7/12 અને 8અ ઉતારા સેવા બંધ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ટેકનિકલ ખામીના કારણે સાઇટ કામ ન કરતી હોવાની માહિતી મળ્યા છતાં, સરકાર તરફથી કોઈ સત્તાવાર સૂચના કે સમયમર્યાદા જાહેર થઈ નથી.