મણિનગર: એસ્ટેટના માલિક સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ
જોધપુર વિસ્તારમાં રહેતા કમલેશ શાહ નામના વ્યક્તિ પાસેથી 20 લાખ અને તેના સાળા પાસેથી 20 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. વધુ વળતરની લોભામણી લાલચ આપી મેળવેલ રકમ પરત ના આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ સિલિકોન વેલ્થ મેનેજમેન્ટના માલિક અને સિલિકોન રિયલ એસ્ટેટના માલિક સિદ્ધાર્થ રાવળ અને પાયલ રાવળ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સેટેલાઈટ પોલીસે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.