પંચમહાલમાં નશાકારક દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર સામે એસ.ઓ.જી. પોલીસે કડક કાર્યવાહી કરી. અગાઉ એન.ડી.પી.એસ. ગુન્હામાં સંડોવાયેલા અને જામીન બાદ ફરી નશીલા પદાર્થોની ખરીદ-વેચાણ કરનાર આરોપી રીઝવાન હુસેન દલ સામે PIT NDPS એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી. તપાસ બાદ મંજૂરી મળતાં આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલમાં ખસેડવામાં આવ્યો.