સુઈગામ: ચાળા ગામે ઘરવખરી અને પશુ સહાયનો રી,સર્વે કરવા તાલુકા વિકાસ અધિકારીને ગ્રામજનોએ કરી રજૂઆત
ચાળા ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો તાલુકા વિકાસ અધિકારી ની કચેરી ખાતે દોડી આવ્યા હતા અને ચાળા ગામે ઘરવખરી અને પશુ સહાયનું સર્વે કરવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે ચાળા ગામમાં અતિવૃષ્ટિમાં ભારે પુર આવવાથી ગામમાં ઘરવખરી નું ફરીથી સર્વે કરવા નમ્ર અરજ કરી હતી તેમજ ઘરવખરીમાં લાભાર્થી 106 જણને ફક્ત 2500 રૂપિયા પ્રમાણે મળેલ છે અને સુઈગામ તાલુકાના બીજા ગામોમાં 5000 રૂપિયા પ્રમાણે મળેલ છે તો ચાળા ગામે ઘરવખરીમાં અન્યાય થયેલ છે .