આજે તારીખ 16/10/2025 ગુરુવારના રોજ રાત્રે 8 કલાકે તહેવારોને અનુલક્ષીને મુસાફરોને વધુ સારી સુવિધા મળી રહે તે હેતુસર સંજેલી બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. મુસાફર સુવિધાને અન્વયે સ્ટેન્ડ પર સ્વચ્છતાને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી છે.રાત્રી દરમિયાન પણ સફાઈ કર્મચારીઓ દ્વારા નિયમિત રીતે સ્ટેન્ડ પર સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે, જેથી તહેવાર દરમિયાન વધતા મુસાફરોને સ્વચ્છ અને સુવિધાજનક વાતાવરણ મળી રહે.