ઉધના: સુરત: ભાઈ બીજના દિવસે જ સાળાની હત્યા, અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા બનેવીને દબોચ્યો
Udhna, Surat | Oct 23, 2025 સુરત શહેરના અઠવાલાઇન્સમાં ભાઈ બીજના પવિત્ર દિવસે જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં બનેવીએ પોતાના સાળાની ઘાતકી હત્યા કરી નાખી. અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપી બનેવીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.શહેરના અઠવા ખાતે ડક્કર ઓવરા પાસે રહેતા મૃતક સુરેશ રાઠોડ ઓનલાઈન ઝોમેટોમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની બાજુમાં જ તેમનો બનેવી લાલા વસાવા પોતાના પરિવાર સાથે રહેતો હતો.