વંથળી: રાયપુર ગામે દિવાળીની સાંજે દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત ત્રણ વર્ષના બાળકે રાજકોટની જનાના હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો
વંથલીના રાયપુર ગામે દિવાળીની સાંજે દીપડાના હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અને બાળકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બાળકને સૌપ્રથમ જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજકોટ રીફર કરવામાં આવ્યું હતું.રાજકોટની જનાના હોસ્પિટલ બિલ્ડિંગના બાળકોના વિભાગમાં તેની સઘન સારવાર ચાલુ હતી પરંતુ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધો હતો.