ડાંગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવાએ કેશબંધ ગામે વિકાસ કાર્યોની મુલાકાત લીધી
Ahwa, The Dangs | Sep 21, 2025 ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના કેશબંધ ગામે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવાએ ગામના વિકાસ કાર્યોની મુલાકાત કરી ગ્રામજનોને સ્વચ્છતા જાળવણી અંગેનો સંદેશો આપ્યો હતો. સુબીર તાલુકાના કેશબંધ ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સામૂહિક સોક પિટ, કમ્પોસ્ટ પીટ, મનરેગા યોજનાની કામગીરી વિગેરે વિશે ગામના વિકાસ કાર્યોની મુલાકાત કરી તે અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ વૃક્ષારોપણ કર્યું હતું.