સંજેલી: સંજેલી ગ્રામ પંચાયત આગળ વિરોધકર્તાઓ દ્વારા કચરાનો ઢગલો ફેંકીને ગંદકીનો વિરોધ કરતા દ્રશ્યો સામે આવ્યા
Sanjeli, Dahod | Sep 26, 2025 આજે તારીખ 26/06/2025 શુક્રવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ સંજેલી નગરમાં વિરોધ કર્તાઓ દ્વારા ગ્રામ પંચાયત આગળ કચરાનો ઢગલો ફેંકીને ઉગ્ર વિરોધ કરાયો.કચરાના ઢગલા અને ગંદકીને લઈ સંજેલી નગરવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.અને સંજેલી ગ્રામ પંચાયત આગળ કચરો ઠાલવી વિરોધ કર્યો હતો.સંજેલી નવીન બસ સ્ટેશનની નજીક કચરાના ઢગલાની દુર્ગંધ અને ભારે ગંદકીમાં પસાર થઈ અભ્યાસ કરવા જતા,શિલ્પન આર જોશી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવા પડ્યો.