આજે તારીખ 11/01/2026 રવિવારના રોજ મળતી માહિતી અનુસાર મોટર સાયકલ ચાલકે પોતાનું મોટર સાયકલ પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બમ્પ આવતા મોટર સાયકલનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા ચાલકનું મોત નીપજ્યું. બનાવ અંગે પીપલોદ પોલીસે સાંજે 4.15 કલાકે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી.